ફયુઅલ ફીડ સિસ્ટમના યુનિટની રચના અને કાર્ય

યાંત્રિક પેટ્રોલ પંપ

ફયુઅલ ફીડ સિસ્ટમના યુનિટની રચના અને કાર્ય : ફયુઅલ ફીડ સિસ્ટમમાં ફ્યુઅલ ટેન્કરમાંથી પેટ્રોલ પેટ્રોલ પંપ કાર્બ્યુરેટરમાં મોકલે છે. પેટ્રોલ પંપના બે પ્રકારો નીચે મુજબ છે :

 1. યાંત્રિક પેટ્રોલ પંપ – Mechanical petrol pump.
 2. વિદ્યુત પેટ્રોલ પંપ – Electrical petrol pump. 

 

1.યાંત્રિક પેટ્રોલ પંપ (Mechanical petrol pump)

નીચેના વિવરણ વડે સાદી આકૃતિની મદદથી યાંત્રિક પેટ્રોલ પંપ નો કાર્ય સિદ્ધાંત સમજાવવામાં આવેલ છે : આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇનલેટ વાલ્વ, આઉટલેટ વાલ્વ, ડાયાફ્રામ, લાંબો રોડ, સ્પ્રિંગ, રોકર આર્મી, અને એક સેન્ટ્રીક વગેરે યાંત્રિક પેટ્રોલ પંપ ના મુખ્ય પાર્ટ્સ છે. આકૃતિમાં રોકર આર્મ કેમશાફ્ટની એકસેન્ટ્રીકના સંપર્કમાં રહેલા દર્શાવેલ છે.

જ્યારે કેમ શાફ્ટ ફરે છે, ત્યારે એકસેન્ટ્રીક, રોકર આર્મ ના એક છેડાને દબાણ કરે છે. રોકર આર્મી નો બીજો છેડો રોડને નીચે લાવે છે અને ડાયાફ્રામ નીચે તરફ ખેંચાય છે. જેવી ડાયાફ્રામ નીચે આવે છે, ચેમ્બરમાં શૂન્યાવકાશ સર્જાય છે. ઇનલેટ વાલ્વ વાટે પેટ્રોલ ટેન્કમાંથી પેટ્રોલ આ શૂન્યાવકાશની અસર હેઠળ ચેમ્બરમાં આવે છે. જયારે કેમ શાફ્ટ આગળ વધે છે, રોકર આર્મ નીચે આવે છે.

રોકર આર્મ સ્પ્રિંગના દબાણથી નીચે આવે છે. તેનાથી રોડ ઉપર ધકેલાય છે. આથી ડાયાફ્રામ પેટ્રોલ સામે દબાણ કરે છે, અને આઉટલેટ વાલ્વમાંથી ધકેલે છે. આમ પેટ્રોલ કાર્બ્યુરેટરમાં પહોંચે છે. 

રોકર આર્મ માં બે ભાગમાં લીવર આપેલું છે. જે એકસેન્ટીકનો લિવર ઉપર આવતો ભારે ફટકો નિવારે છે. આ લિવરને ગ્લિટ લિવર કહે છે અને તેને બે આર્મ હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ લિવરના પ્રથમ ભાગને રોડ સાથે ગોઠવેલ છે અને તેને તાણ હેઠળ જોડાણમાં પ્રથમ સ્પ્રિંગ વડે રાખવામાં આવેલ છે. આ લિવરનો બીજો. ભાગ, બીજી સ્પ્રિંગ વડે સતત તાણ હેઠળ રાખવામાં આવે છે.

સામાન્ય રીતે આ બન્ને આર્મ એકસાથે ઉપર-નીચે ગતિ કરતા હોય છે. ધારો કે કાર્બ્યુરેટર પેટ્રોલથી ભરાયેલું છે, અને પંપ વડે વધુ પેટ્રોલ મેળવવાની તેની જરૂર નથી. આવા સમયે કાર્બ્યુરેટર, લોટ ચેમ્બર સાથે ઇનલેટ પાઇપ બંધ કરી દે છે. આથી કાર્બ્યુરેટર અને પંપને જોડતી ફ્યુઅલ લાઈનમાં પેટ્રોલ ભરાયેલું અને સ્થિર રહે છે. આથી ઉચ્ચ દબાણ સર્જાશે, જે ડાયાફ્રામને નીચેની દિશામાં ખસેડશે.

આ સમયે જ્યારે કાખ્યુરેટરને પેટ્રોલનો સપ્લાય કરવામાં આવતો નથી, ત્યારે પ્રથમ સ્પિગને પ્રથમ આર્મ દબાવીને રાખશે. તેમ છતાં આ અસરથી બીજો આર્મ મુક્ત રહેશે અને તે બીજી સ્લીપિંગ તાણ હેઠળ રહેશે. આથી બીજી સ્પિગ પ્લિટ લિવરને એકસેન્ટ્રીકના સંપર્કમાં રહેશે. આમ લીવર હંમેશા એકસેન્ટ્રીકના સંપર્કમાં રહેશે અને તે ડાયાફ્રામની પોઝિશન ઉપર આધારિત રહેતું નથી.

 

પંપ

 

 1. સ્પ્લીટ લિવરનો પ્રથણ આર્મ
 2. પ્રથમ સ્પિગ
 3. સ્પ્લીટ લિવરનો બીજો આર્મ
 4. બીજી સ્પેલિંગ.

હવે જ્યારે કાર્બ્યુરેટર વધારાનું પેટ્રોલ જોઈતું હોય ત્યારે પંપ માટે પેટ્રોલનો સપ્લાય મળતો થાય તે માટે લાંબો રોડ અને ડાયાફામ પ્રથમ સ્પ્રિંગ વડે ઉપર ધકેલવામાં આવે છે. આથી પેટ્રોલ સપ્લાય કરવા માટે થતાં અન્ય કાર્યો તેની સાથોસાથ શરૂ થાય છે. 

 

એ.સી. યાંત્રિક પંપ (A.C. Mechanical Pump)

યાંત્રિક પંપ ના કાર્ય ને લગતા મૂળભૂત સિદ્ધાંતો ઉપરના વિવરણની સમાવવામાં આવ્યા છે. આવા યાંત્રિક પંપોમાં ઘણા ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તેના ઉત્પાદકો ના નામ હેઠળ ઉત્પાદન કરવામાં આવતો એ.સી.યાંત્રિક પંપ, યાંત્રિક પંપના એક સ્વરૂપ છે. આકૃતિમાં એ.સી. યાંત્રિક પંપ નો પાર્ટ્સ દર્શાવવામાં આવેલ છે.

જ્યારે એક સેન્ટ્રીક ફરે છે ત્યારે રોકર આર્મ ડાયાફ્રામ ઉપર-નીચે ખસેડે છે. ઇનલેટ વાલ્વ મારફત પેટ્રોલ ડાયાફ્રામ ઉપરના ભાગે આવેલી ખાલી જગ્યામાં ભરાય છે. આઉટલેટ વાલ્વ વાટે પેટ્રોલને ધકેલીને કાબુરેટરમાં પહોંચાડવામાં આવે છે.

 

એ.સી. યાંત્રિક પંપ

 

 1. એકસેન્ટ્રીક
 2. રોકર આર્મ
 3. રોકર આર્મ રિટર્ન સ્પિંગ
 4. ડાયાફ્રામ
 5. ઇનલેટ વાલ્વ
 6. આઉટલેટ વાલ્વ.

 

2. વિદ્યુત પેટ્રોલ પંપ (Electric petrol pump)

સોલેનોઇડના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિદ્યુત શક્તિ વડે વિદ્યુત પેટ્રોલ પંપ કાર્ય કરે છે. આથી પ્રથમ સોલેનોઈડનો સિદ્ધાંત સમજીને પછી વિદ્યુત પેટ્રોલ પંપના કાર્ય વિગતવાર સમજીશું. આકૃતિમાં કોપર કોઈલના બે છેડાઓને બેટરી ટર્મિનલ સાથે જોડેલા દર્શાવેલ છે. કોઈલમાંથી પસાર થતો વીજપ્રવાહ ની સાથે ચુંબકીય ક્ષેત્ર અમલમાં આવે છે.

હવે ધારો કે કોયલનો ઇન્સ્યુલેટેડ વાયર સોફ્ટ આયર્નની કોર ફરતો વીંટળાયેલો છે અને આ પરિપથમાંથી વીજપ્રવાહને પસાર થવા કે જેવો વીજ પ્રવાહ બંધ થશે કે તરત જ સોફ્ટ આયર્ન કોરમાંથી ચુંબકીય અસર નાબૂદ થઈ જશે. આ આયર્ન કોર સાદા ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્તે છે, અને તે લોખંડના અન્ય ટુકડાઓને આકર્ષી શકે છે. જ્યારે આ આયર્ન કોર ચુંબકની અસર ગુમાવી ત્યારે તે લોખંડના અન્ય ટુકડાઓને આકર્ષવાની શક્તિ ગુમાવી દેશે.

આ સિદ્ધાંત જેનાથી એવું બને છે તેને સોલેનોઈડ સિદ્ધાંત કહે છે. વિદ્યુત પંપ નો કાર્ય સિદ્ધાંત નીચે પ્રમાણે સમજાવી શકાય છે. વિદ્યુત પેટ્રોલ પંપના પેટ્રોલ ચેમ્બર, ઇનલેટ વાલ્વ, આઉટલેટ વાલ્વ, સ્પ્રિંગ, સોલેનોઈડ, ડાયાફ્રામ, સ્વિચ, કોન્ટેક બેકિંગ પોઇન્ટ અને બેટરી જેવા પાર્ટસ હોય છે. આકૃતિમાં આવા દરેક પાર્ટસનો નિર્દેશ કરવામાં આવેલ છે.

 

વિદ્યુત પેટ્રોલ પંપ

 

 1. ઇનલેટ 2. આઉટલેટ 3. સ્મિગ 4. સોલેનોઇડ 5. ડાયાફ્રામ 6. સ્વિચ 7. કોન્ટેક્ટ બેકિંગ પોઈન્ટસ 8. બેટરી.

 

પંપ ઉપર સોલેનોઈડ ફીટ કરવામાં આવે છે. સોફ્ટ આયર્ન માંથી બનાવેલા આર્મેચર ઉપર ડાયાફ્રામ લગાવવામાં આવે છે. ડાયાફ્રામ અને આર્મેચર લાંબા રોડ સાથે જોડવામાં આવે છે. આ લાંબા રોડની ફરતી અને આર્મેચરની ઉપરના ભાગે એક સ્પ્રિંગ ગોઠવેલા હોય છે. સોલેનોઈડ કોઈનું જોડાણ બેટરીનું ટર્મિનલ સાથે કરવામાં આવે છે. વીજપ્રવાહને નિયંત્રિત કરવા માટે એક સ્વિચ આપેલી હોય છે.

જ્યારે આ સ્વિચ ઓન-પોઝિશનમાં હોય છે ત્યારે સોલેનોઈડમાંથી વીજપ્રવાહ વહે છે. સોલેનોઈડ માં ઉત્પન્ન થતા ચુંબકને લીધે આર્મેચર સ્પ્રિંગના દબાણ સામે ખેંચાય છે. જેવું આર્મેચર ખેંચાય છે, ડાયાફ્રામ અને લાંબો રોડ તેની સાથોસાથ ખેંચાય છે. આથી પંપની ચેમ્બરમાં શૂન્યાવકાશ સર્જાય છે. આ શૂન્યાવકાશથી પેટ્રોલ ટેન્ક માંથી ઉપર ખસેડાશે. જ્યારે રોડ ઉપર ખસે છે ત્યારે તે કોન્ટેક્ટ બ્રેકિંગ પોઈન્ટને છૂટા પાડે છે અને વીજ પરિપથ ખુલ્લો થાય છે.

વીજપ્રવાહ કોઈલમાંથી પસાર થતો બંધ થશે અને સોલેનોઈડ પરની ચુંબકીય અસર પણ નાબૂદ થશે. આથી આયર્ન કોર તેની આકર્ષવાની શક્તિ ગુમાવે છે. આ સ્થિતિમાં રિટર્ન સ્પિગ તુરત જ ડાયાફ્રામ અને આર્મેચરને નીચે ધકેલશે. નથી ચેમ્બરમાંથી પેટ્રોલ દબાણ હેઠળ આઉટલેટ વાલ્વમાં થઈને કા બ્યુરેટરમાં ભરાઈ જશે. જેવું ડાયાફ્રામ નીચે ધકેલાય છે. ડાયાફ્રામ કેન્દ્રમાં જોડવામાં આવેલ લાંબો રોડ પણ નીચે આવશે.

આ સમય દરમિયાન લાંબા રોડ ગતિને લીધે કોન્ટેક્ટ બ્રેકિંગ પોઈન્ટનું જોડાણ થશે. તુરત જ સોલેનોઈડમાં વીજપ્રવાહ શરૂ થશે અને સેક્શન સ્ટ્રોક થવા લાગશે. સેક્શન અને ડિલિવરી સ્ટ્રોક આ રીતે વારાફરતી સતત થયા કરે છે અને કાર્બ્યુરેટરમાં પેટ્રોલ પંપિગ થઈને ભરાયા કરે છે. પેટ્રોલ પંપ નાની પાઈપલાઈન દ્વારા પેટ્રોલ ના કાર્બ્યુરેટર સુધી પહોંચાડે છે. કેટલીક વાર બાઉલ ચેમ્બરમાંથી એન્જિન દ્વારા પેટ્રોલ વાપરવામાં આવતું નથી.

આથી બાઉલ ચેમ્બરમાં વધુ પેટ્રોલ ભરાવા માટેની જગ્યા મળતી નથી. આથી પેટ્રોલ પંપ વડે બાઉલ ચેમ્બરમાં પેટ્રોલમાં સપ્લાય થઈ શકતો નથી, પેટ્રોલમાં સપ્લાય બંધ કરવા માટે કાર્બ્યુરેટર તેના ઇનલેટ પેસેજને બંધ કરી દે છે. આથી પંપ અને કાર્બ્યુરેટરને જોડતી પાઈપમાં પેટ્રોલ ભરાયેલું અને સ્થિર રહે છે. આ પરિસ્થિતિમાં પેટ્રોલ લાઈનમાં દબાણમાં વધારો થઈને ઉચ્ચ દબાણ સુધી પહોંચશે જે ડાયાફ્રામ ધકેલવા માટે પૂરતું થઈ પડે છે.

ડાયાફ્રામ સાથે જોડેલો લાંબો રોડ ઉપર ધકેલાય છે અને કોન્ટેક્ટ બેકિંગ પોઈન્ટ ખુલ્લા થાય છે. આ સ્થિતિમાં સોલેનોઈડમાંથી વીજપ્રવાહ પસાર થતો નથી. જેનું એન્જિન કાબેટર માંથી પેટ્રોલનો વપરાશ કરે છે, રિટર્ન સ્પ્રિંગ ડાયાફ્રામને નીચે ખસેડી શકશે નહીં જંતુનાશક દવા છાંટવા આવે છે. આ એયર અને વેન્યુરી કરવામાં અને કોન્ટેક્ટ બ્રેકિંગ પોઇન્ટ માંથી કરંટ પસાર થશે નહિ.

 

એસ. યુ. ઇલેક્ટ્રિક પેટ્રોલ પંપ (S. U. Electric Petrol Pump)

ઇલેક્ટ્રીક પેટ્રોલ પંપ નો કાર્ય સિદ્ધાંત ઉપર આર્ટિકલમાં સમજાવેલ છે. ઇલેક્ટ્રિક પેટ્રોલ પંપના એક સ્વરૂપ અને એસ. યુ. ઇલેક્ટ્રીક પેટ્રોલ પંપ તેના ઉત્પાદક નું નામ સાથે જોડીને કહેવામાં આવે છે. આકૃતિમાં એસ. યુ. ઇલેક્ટ્રીક પેટ્રોલ પંપના જુદા જુદા પાર્ટ્સ ના નામ સાથે તેની રચના દર્શાવવામાં આવે છે. એસ. યુ. પેટ્રોલ પંપની યોગ્ય કાર્ય મળતું રહે તે માટે સમયાંતરે ફિલ્ટરની સફાઈ કરવામાં આવે છે.

 

એસ. યુ. ઇલેક્ટ્રિક પેટ્રોલ પંપ

 

 1. આઉટલેટ યુનિયન
 2. પંપ બોડી
 3. ફિલ્ટર
 4. મેગ્નેટિક કોઈલ
 5. સ્પ્રિંગ બ્લેડ
 6. ટર્મિનલ સ્ક્રુ
 7. કવર

ફિલ્ટર પંપમાંથી ખોલીને તેને પેટ્રોલ અને બ્રશ વડે સારી રીતે સાફ કર્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટરની આવી સફાઈ માટે સમયગાળો નક્કી કરવા માટે તેનો કેટલો વપરાશ થયો છે તેના માપદંડ અપનાવે છે. આથી ફિલ્ટર વપરાશ 10,000 કિલોમીટર થાય એટલે તેની સફાઈ કરવી જોઈએ. આ પંપમાં જયારે ખામી થાય છે ત્યારે પ્રથમ તેનું કાર્બ્યુરેટર સાથેનું જોડાણ છૂટું પાડી દેવામાં આવે છે.

ત્યારબાદ પંપને સ્વિચ ઓન કરી ચાલુ કરવામાં આવે છે. જો પંપ તેની નિર્ધારિત કામગીરી સ્વિચ ઓન કરવાની સાથે બજાવી શકતો હોય તો ખામી પેટ્રોલ લાઈનમાં જ છે તેમ નક્કી થાય છે. આવું બને જ્યારે કાર્બ્યુરેટર ફલોટ નીડલ પણ ખામીવાળા હોઈ શકે, હવે ધારો કે સ્વિચ ઓન કરવા છતાં પંપ તેની નિર્ધારિત કામગીરી કરતો નથી. તેનો એવો અર્થ થાય છે કે પેટ્રોલ લાઈન અને કાર્બ્યુરેટર સાઈડમાં કોઈ જ ખામી નથી. કાબ્યુરેટર સાઈડ એકદમ બરાબર છે.

આવા સંજોગોમાં પ્રથમ ફિલ્ટર ખોલી તેની સફાઈ કરવી જોઈએ. હવે પેટ્રોલ ટેન્કથી પેટ્રોલ પંપ સુધીની પાઈપલાઈન બદલી નાખવી જોઈએ. બોલેલી પાઈપમાંથી દબાણવાળી હવા પસાર કરીને તેની સફાઈ કરવી જોઈએ. પાઈપની સંપૂર્ણ સફાઈ કરીને, ફરી જોડીને પંપ નું કાર્ય તપાસો તો તે નિયમિત થયેલું માલૂમ પડશે.

Also read:

પેટ્રોલ એન્જિન માટેની ફ્યુઅલ સિસ્ટમ

Please follow and like us:

Comments

 1. Pingback: પેટ્રોલ એન્જીનમાં વપરાતી કાબ્યુરેટરની રચના અને કાર્ય | LEARNERS HOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *