પેટ્રોલ એન્જીનમાં વપરાતી કાબ્યુરેટરની રચના અને કાર્ય

પેટ્રોલ એન્જીનમાં વપરાતી કાબ્યુરેટરની રચના અને કાર્ય : કાબ્યુરેટર ના ત્રણ પ્રકાર હોય છે. પ્રથમ પ્રકારના કાબ્યુરેટરને અપડ્રાફ્ટ કાબ્યુરેટર કહેવામાં આવે છે, જેમાં હવા કાબ્યુરેટરમાં નીચેથી પ્રવેશે છે, પેટ્રોલ સાથે મિક્સ થાય છે અને ઉપરથી બહાર નીકળે છે. બીજા કાબ્યુરેટરમાં હવા ઉપરથી પ્રવેશે છે અને નીચે તરફ જાય છે. આ બીજા પ્રકારના કાબ્યુરેટરને ડાઉન-ડ્રાફ્ટ કાબ્યુરેટર કહેવામાં આવે છે. ત્રીજા પ્રકારના કાબુરેટરને કોસ ડ્રાફ્ટ અથવા હોરિઝોન્ટલ કાર્બોરેટર કહેવામાં આવે છે, જેમાં હવા હોરિઝોન્ટલ ટયુબમાંથી દાખલ થાય છે અને પેટ્રોલ સાથે મિક્સ થાય છે. હોરિઝોન્ટલ કાબ્યુરેટરના અન્ય પ્રકારોની સરખામણીમાં કેટલાક ફાયદા છે. આ ત્રણેય પ્રકારના કાબ્યુરેટરના કાર્ય સિદ્ધાંત એક સરખા હોય છે.

રચના પ્રમાણે કાર્બ્યુરેટર પ્રકારો નીચે મુજબ છે :

  1. સાદું કાબ્યુરેટર – Simple carburettor
  2. એસ.યુ. કાબ્યુરેટર (હોરિઝોન્ટલ) – S.V. carburettor (HS type)
  3. સોલેક્સ કાબ્યુરેટર – Solex carburettor
  4. મારૂતી સોલેક્સ કાર્બ્યુરેટર – Maruti solex carburettor.

સાદું કાર્બ્યુરેટર (Simple Carburettor)

કાર્બન સાથે એક તત્વને ભેળવવું તેવો કાબુરાઈઝ નો અર્થ થયો છે. આથી કાબ્યુરેટર એક એવું સાધન છે જે કાબુરાઈઝેશન પ્રક્રિયા કરીને હવા અને ફ્યુઅલના વેપર સ્વરૂપના દહનશીલ મિશ્રણનો સપ્લાય કરે છે. હવાના પ્રવાહમાં પ્રવાહી ફ્યુઅલ ની વેપર બનાવી બન્નેનું મિશ્રણ કરવાની સૌથી સરળ રીત છે. કાબ્યુરેટરમાં બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ કરીને હવાનું પ્રેશર એનર્જીનું ગતિ શક્તિમાં રૂપાંતર કરવામાં આવે છે.

 

સાદું કાબ્યુરેટર

 

આકૃતિમાં સાદું કાબ્યુરેટર દર્શાવેલ છે. તેના એક ફ્લોટ ચેમ્બર હોય છે, જે અચળ લેવલે રહેલા ફિક્સ્ડ જેટમાંથી નોઝલ ફ્યુઅલના સપ્લાય કરે છે. વેચુરી નેકમાંથી પસાર થતી હોવાને લીધે વેચુરી ડિપ્રેશનમાં થતો ફેરફાર જોવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે U-ટ્યૂબ મેનોમીટર વાપરવામાં આવે છે. વેચુરી નેકમાંથી પસાર થતી હવાનો વેગ વધતા વેચુરી ડિપ્રેશન (V) માં વધારો થાય છે.

આ દબાણ તફાવતને લીધે ફ્યુઅલ ફ્લોટ ચેમ્બરમાંથી ખેંચાય આવે છે અને હવાના પ્રવાહમાં તેનો એ થાય છે. આથી ફયુઅલ ફ્લો ફ્લોટ ચેમ્બરમાંથી થવા માટેનું બળ વેચુરી ડિપ્રેશન પૂરું પાડે છે તેમ કહેવામાં આવે છે. વળી હવાનો વેગ વધવાની સાથોસાથ વેચુરી ડિપ્રેશનમાં વધારો થાય છે. એનો એવો અર્થ થાય છે કે ફ્યુઅલ પ્રવાહ, હવાના વેગમાં વધારો થવાથી વધે છે. ત્યાં સુધી હવા અને ફયુઅલ ઘનતા અચળ રહે છે, હવા અને ફયુઅલ ગુણોત્તર પણ અચળ રહે છે.

તેમ છતાં વાસ્તવિક રીતે એન્જિનમાં થતી સક્શન પ્રક્રિયાને લીધે વેચુરીમાંથી હવાનો પ્રવાહ વહેતો હોય છે. આ સક્શન હવાની ઘનતામાં ઘટાડો કરે છે. આથી સામાન્ય ઝડપે એર-ફયુઅલ ગુણોત્તર રાસાયણિક રીતે સાચો હોય છે તે એન્જિનની ઝડપમાં વધારો થવાથી રીચ બને છે અને એન્જિન સ્પીડ ઓછી હોય ત્યારે નબળો (lean) થઈ જાય છે. આવો ફેરફાર એર-ફયુઅલ ગુણોત્તરમાં થાય છે. તે સાદા કાર્બ્યુરેટર કાર્યમાં મુશ્કેલી રૂપ છે.

આકૃતિમાં એક કારને ઢાળ ચડતી દર્શાવી છે, જેના એન્જિન ઉપર આવતા લોડને લીધે તેની ઝડપ ઘટે છે અને વેચુરીમાંથી પસાર થતો હવાનો પ્રવાહ ઘટે છે. આથી કાબ્યુરેટર નબળું મિશ્રણ સપ્લાય કરે છે. પરંતુ આવા સંજોગોમાં ચઢાણ ચઢવા માટે વધુ પાવર ઉત્પન્ન કરવા માટે રીચ મિશ્રણની જરૂરિયાત છે. આકૃતિમાં એક કારને ઢાળ ઊતરતી દર્શાવી છે, જેના એન્જિન ઉપર લોડમાં ઘટાડો થવાથી તેની ઝડપ વધે છે અને વેગ્યુરીમાંથી પસાર થતો હવાનો પ્રવાહ પણ વધે છે.

આથી કાબ્યુરેટર રીચ મિશ્રણ સપ્લાય કરે છે. પરંતુ ઢાળ ઊતરતી કારણે ઓછા પાવર ની જરૂર પડે છે તેના માટે એન્જિનને નબળું મિશ્રણ પૂરું પાડવાની જરૂર છે. ઉપર વર્ણવ્યા પ્રમાણે વાહન ચઢાણ ચડતું હોય ત્યારે કાર્બ્યુરેટર નબળું મિશ્રણ પૂરું પાડે છે અને વાહન ઢાળ ઊતરતું હોય ત્યારે રીચ મિશ્રણ પૂરું પાડે છે. તેમ છતાં એન્જિનની જરૂરિયાત સંપૂર્ણપણે જુદી જ હોય છે. આ સાદા કાબ્યુરેટરની મુખ્ય ખામી છે. આથી એન્જિનની જુદી જુદી જરૂરિયાતને સંતોષી શકે તેવા આધુનિક કાબ્યુરેટર વિકસાવાયા છે.

 

એસ. યુ. કાર્બ્યુરેટર (હોરિઝોન્ટલ ટાઈપ) (S. U. Carburetor HS type)

એસ. યુ. કાર્બ્યુરેટર ઓટોમેટિક એક્સપાન્ડિગ ચોક પ્રકારનું છે, જેમાં હવા ના મુખ્ય પેસેજ (ચોક) જે નેટની ઉપર છે અને જેટનો અસરકારક વિસ્તાર બન્ને થ્રોટલ ઓપનિંગ ની ડીગ્રી પ્રમાણે વિચલન થાય છે. થોટલની સંપૂર્ણ રેન્જમાં, ચોકડી ઓટોમેટિક સાઈઝ નિયમન થવાને લીધે જેટ ઉપરથી હવા લગભગ અચળ વેગ રહે છે. કેટલીક વાર તેને અચળ શૂન્યાવકાશ કાર્બ્યુરેટર કહેવામાં આવે છે.

 

એસ. યુ. કાર્બ્યુરેટર

 

હવાનો આ અચળ વેગ દરેક એન્જિનની ઝડપ માટે સારું ઓટોમાઈઝેશન આપવા પૂરો થઈ પડે છે. જે બહુવિધ જેટને જરૂરી બનાવે છે. આકૃતિમાં આ કાર્બ્યુરેટર બાહ્ય અને છેદ વાળા દેખાવો દર્શાવેલ છે. 1760 સી.સી.ના એમ્બેસેડર કારનાં એન્જિનોમાં આકૃતિમાં દર્શાવેલ કાબ્યુરેટર ફીટ કરવામાં આવે છે. આ પ્રકારનાં કાર્બ્યુરેટરમાં એક જેટ હોય છે, જેમાં ટેપર નિડલ કાર્ય કરે છે. ઉપર-નીચે સ્લાઈડ થતું પિસ્ટન વડે થોટ વિસ્તારમાં વિચલન કરવામાં આવે છે.

પિસ્ટનની ગતિ ટેપર નિડલને ગતિશીલ બનાવે છે. નિડલ પિસ્ટન તળિયે લગાવી હોય છે. જ્યારે પિસ્ટન ઉપર જાય છે, ત્યારે થ્રોટમાંથી વધુ હવા પસાર થાય છે. તે જ સમયે નિડલ જેટમાં ઉપર જાય છે અને જેટની અસરકારક સાઈઝમાં વધારો કરે છે. આથી ફયુઅલનો વધુ ફ્લો અને હવા સાથે નું મિશ્રણ તેમાંથી પસાર થાય છે. જયારે પિસ્ટન નીચે આવે છે ત્યારે જેટમાં નિડલ પણ નીચે આવે છે અને જેટ ઓપનિંગ ની ઓપરેટિંગ સાઈઝ ઘટાડે છે. અને ફ્યુઅલ ફૂલો થવાની માત્રાને સીમિત રાખે છે.

પિસ્ટન અને ટેપર નિડલ બન્ને એક સાથે કાર્ય કરે છે અને એર-ફયુઅલનું યોગ્ય પ્રમાણ સાથે નું મિશ્રણ એન્જિનની જુદી જુદી ઓપરેટિંગ કન્ડિશન દરમિયાન આપે છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થ્રોટલ વાલ્વની ગતિને અનુસરીને પિસ્ટન ઉપર અને નીચે થાય છે. જયારે થ્રોટલ વાલ્વ આઈડલિંગ પોઝિશનમાં બંધ હોય છે ત્યારે થ્રોટલ બોડી નું ઇનટેક મેનિફોલ્ડનું શૂન્યાવકાશ કપાઈ જાય છે. પિસ્ટન સ્મિગ, પિસ્ટન તેની નીચામાં નીચી પોઝિશન નીચે લઈ આવે છે. હવાનો થોડો જથ્થો જ થ્રોટલ વાલ્વ અને વેચ્યુંરીમાંથી પસાર થાય છે.

જે ફ્યુઅલ જેટ આઈડલિંગની જરૂરિયાત જેટલું જ ફયુઅલ સપ્લાય કરે તે માટે જરૂરી હોય તેટલું જ શૂન્યાવકાશ સર્જે છે. જ્યારે હોટલ વાલ્વ ખૂલ્લો હોય છે ત્યારે ઇનટેઈક મેનિફોલ્ડમાંનું શૂન્યાવકાશ થ્રોટલ બોડીમાં આવે છે. જે પિસ્ટનની ઉપરના ભાગમાં રહેલી હવાને ખેંચે છે. આ હવા વેક્યુમ પોર્ટલ મારફત પિસ્ટનના નીચેના ભાગમાં કાર્ય કરતી હોય છે.

પિસ્ટન શૂન્યાવકાશ ને લીધે થોડા ઊંચકાય છે એટલે પિસ્ટન સ્પ્રિંગ આંશિક સંકોચાય છે. ઓઈલ ડેમ્પર રિઝર્વીયર, જે પિસ્ટનનો એક ભાગ છે, તે નાના શોક એબ્સોર્બરનું કાર્ય કરે છે. જયારે થ્રોટલ વાલ્વ ગતિ કરે છે અને વેક્યુમ કન્ડિશન બદલાય છે ત્યારે આ શોક એબ્સોર્બર પિસ્ટનની થતી વધારાની ગતિને અટકાવે છે.

 

સોલેક્ષ કાર્બ્યુરેટર (Solex Carburettor)

મે. કાર્બ્યુરેટર લિમિટેડ, મદ્રાસ દ્વારા સોલેક્ષ કાબ્યુરેટરનું ઉત્પાદન કરવામાં આવે છે. સોલેક્ષ કાબ્યુરેટર સારું પરફોર્મન્સ આપે છે અને સૌથી વિશ્વસનીય છે. પ્રિમીયર પદ્મિની, એમ્બેસેડર, સ્ટાન્ડર્ડ, જીપ-સીજે 3 બી અને મોટા ભાગની વિદેશી કારો વગેરે મોટા ભાગનાં વાહનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

 

સોલેક્ષ કાર્બ્યુરેટર

 

સોલેક્ષ કાર્બ્યુરેટર ડાઉનડ્રાફટ પ્રકારનું કાળુરેટર છે. તેની કાર્યવાહીનું નિયંત્રણ પાંચ સરકિટો દ્વારા કરવામાં આવે છે. તેની આ સર્કિટ નીચે મુજબ છે :

(a) ફ્લોટ સર્કિટ – Float circuit

(b) લો-સ્પીડ સર્કિટ – Low speed circuit

(c) હાઈસ્પીડ સર્કિટ – High speed circuit (Normal running)

 (d) પ્રવેગી પંપ સર્કિટ – Accelerating pump circuit

(e) ચોક સર્કિટ (સ્ટાર્ટર) – Choke circuit (Starter)

ફ્લોટ સર્કિટ – Float circuit

ફલોટ સર્કિટમાં એલ ફલોટ, ફલોટ ટોગલ એસેમ્બલી, એક નીડલ વાલ્વ એસેમ્બલી અને ફિલ્ટર પ્લગ એસેમ્બલી હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. ફલોટ અને નિડલ વાલ્વ વડે ફલોટ ચેમ્બરમાં પેટ્રોલના લેવલનું નિયંત્રણ કરવામાં આવે છે. સાચું લેવલ મુખ્ય ત્રણ પરિબળો વડે નક્કી કરવામાં આવે છે. આ પરિબળો ફલોટનું વજન, નિડલ વાલ્વની સાઈઝ અને નિડલ વાલ્વની નીચે ફીટ કરવામાં આવેલા ફાયબર વોચર જાડાઈ વગેરે છે. આ સરકિટમાં બેન્જો ઇનલેટ દ્વારા પેટ્રોલ પૂરું પાડવામાં આવે છે. નીડલ વાલ્વ એસેમ્બલી થી ફલોટ ચેમ્બરમાં પહોંચતા પેટ્રોલમાં બિલ્ટ-ઇન-ફિલ્ટર દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે.

 

સ્પીડ સર્કિટ (Speed circuit)

સોલેક્ષ કાર્બ્યુરેટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્લો સ્પીડ રનિંગ માટે પાઈફલોટ જેટ (g) અને એર-બ્લીડ (U) દ્વારા એન્જિન અને પેટ્રોલ પૂરું પાડવામાં આવે છે. મુખ્ય જેટ વેલમાંથી પેટ્રોલને ખેંચ્યા પછી પાઈફલોટ જેટ (g) દ્વારા તેનું માપ કાઢવામાં આવે છે. આઈડલિંગનું યોગ્ય સેટિંગ કરવા માટે બને એડજસ્ટમેન્ટ કરવા જરૂરી છે, એટલે કે વોલ્યુમ કન્ટ્રોલ + (W) મિશ્રણની તાકાત માટે અને સ્લો રનિંગ કું ઝડપ માટે (આકૃતિમાં દર્શાવેલ નથી.

 

 હાઈ-સ્પીડ સર્કિટ-નોર્મલ રનિંગ (high speed circuit Normal running)

આ હાઈ સ્પીડ સર્કિટ દ્વારા થ્રોટલના આંશિકા અને પૂર્ણ કાર્ય માટે ફયુઅલ સપ્લાય થાય છે. મેઈન જેટ (G) ફયુઅલ સપ્લાય કરે છે અને ચોક ટયુબ (k) હવા સપ્લાય કરે છે. જેમ ધીરે ધીરે ચૌક વાલ્વ ખૂલે છે, ચોક ટયુબ (k) માં હવાનો વેગ વધવા લાગે છે, અને સ્પ્રેઇગ ઓરીફિસની અંદર ડિપ્રેશન સર્જે છે. સાચું બેલેન્સ ઓટોમેટિક રીતે અંદર પ્રવેશતી હવા દ્વારા થાય છે અને તેનું કેલિબ્રેશન એલ કરેકશન જેટ (a) વડે કરવામાં આવે છે. એર કરેકશન જેટની નીચે લંબાઈમાં છિદ્રોવાળી મિશ્રણ તૈયાર કરવા માટેની ટ્યુબ આવેલી છે. તેના કેલિબ્રેશનમાં ફેરફાર કરવો નહિ.

 

પ્રવેગી પંપ સર્કિટ (Accelerating pump circuit)

ઝડપી પ્રવેગ માટે એન્જિનને ફ્યુઅલના વધારાના જથ્થાની જરૂર પડે છે, જે પંપ ઇન્ડેક્ટર (i) સપ્લાય કરે છે. જયારે થ્રોટલ વાલ્વ એકાએક ખુલે છે. પ્રવેગી પંપ, પંપ ઓપરેટિંગ લીવર વડે કાર્યરત થાય છે અને પંપ કન્ટ્રોલ રોડ થ્રોટલ સ્પિન્ડલ સાથે જોડાઈ જાય છે. નોન રિટર્ન ઇનલેટ વાલ્વ(P,)માં પંપમાં પેટ્રોલ આવે છે તેનું ફાઈન ફિલ્ટર વડે ફિલ્ટેશન થાય છે. F ફાઈન ફિલ્ટર છે. ડાયાફ્રામ ની અંદર તરફની ગતિ પેટ્રોલના બળ હેઠળ સપ્લાય કરે છે તેનું માપ પંપ જેટ (G) દ્વારા નક્કી થાય છે અને ઇંજેક્ટર (i) દ્વારા એન્જિનમાં પહોંચાડે છે. પંપ કન્ટ્રોલ રોડ (N) ને એડજસ્ટ કરીને એન્જિનને સપ્લાય કરતા પેટ્રોલનો જથ્થો બદલી શકાય છે.

 

ચોક સર્કિટ – સ્ટાર્ટર (Choke circuit starter)

 સ્ટાટિંગ સમયે, સ્ટાર્ટર પેટ્રોલ જેટ દ્વારા ફલોટ ચેમ્બરમાં પેટ્રોલ ખેંચવામાં આવે છે અને પ્રોગ્રેસિવ ચોક (સ્ટાર્ટર) માં સપ્લાય કરવામાં આવે છે. લિવર અને ફ્લેક્સિબલ કેબલ વડે ડેશબોર્ડ ચોક કન્ટ્રોલ સાથે જોડેલા સ્ટાર્ટર ડિસ્ક વાલ્વના રોટેશનથી સ્ટાર્ટર નું ઓપરેશન કરવામાં આવે છે. ચોક (સ્ટાર્ટર) નબળો પડે તો ચોક કન્ટ્રોલની સમગ્ર મુવમેન્ટમાં મિશ્રણ ફેલાય છે. જયારે ચોક લીવરને પૂરેપૂરું ખેંચવામાં આવે છે ત્યારે સૌથી રીચ મિશ્રણ સપ્લાય થાય છે. જ્યારે ચોક લિવરને અંદર ધકેલવામાં આવે છે ત્યારે મિશ્રણ નબળું પડવા લાગે છે. મિશ્રણ નબળું પાડવાની ક્રિયા લિવરને સંપૂર્ણપણે અંદર બેસાડી દેવામાં આવે ત્યાં સુધી થતી રહે છે.

 

મારુતિ સોલેક્ષ  કાર્બ્યુરેટર (Maruti solex carburettor)

ઉપરના આર્ટિકલમાં વર્ણવેલા સોલેક્ષ કે બ્રિટનની સરખામણીમાં મારૂતી એન્જિનમાં ફીટ કરવામાં આવતું કાર્બ્યુરેટર જુદું પડે છે. મારુતિ સોલેક્ષ  કાર્બ્યુરેટર ડબલ બેરલ ડાઉન ડ્રાફ્ટ પ્રકારનું છે, જેમાં પ્રાયમરી અને સેકન્ડરી સિસ્ટમો છે. નોર્મલ ડ્રાઈવિંગ વખતે પ્રાયમરી સર્કિટ કાર્ય કરે છે અને હાઈસ્પીડ અને હાઈલોડ કન્ડિશનમાં તેની સેકન્ડરી સિસ્ટમ કાર્ય કરે છે. પ્રાયમરી સિસ્ટમમાં એક ચોક વાલ્વ હોય છે. આકૃતિમાં આ કાર્બ્યુરેટર દર્શાવેલ છે. મારૂતી સોલેક્ષ કાબ્યુરેટરના પરફોર્મન્સ નું નિયંત્રણ નીચે જણાવેલી સર્કિટ દ્વારા થાય છે :

  1. ફ્લેટ ચેમ્બર સર્કિટ – Float chamber circuit
  2. સ્લો સ્પીડ સર્કિટ – Slow speed circuit
  3. હાઈ સ્પીડ સર્કિટ – High speed circuit
  4. એક્સિલરેશન પાવર સર્કિટ – Acceleration power circuit
  5. ફૂઅલ રીટર્ન સર્કિટ – Fuel return circuit

ફલોટ ચેમ્બર સરકીટ (Float chamber circuit)

ફ્લોટ ચેમ્બર અને નીડલ વાલ્વ સાથે ફયુઅલ પંપ વાટે ફ્યુઅલ મેળવતું વેસલ છે, જે ફયુઅલનું અચળ લેવલ જાળવી રાખે છે. ફ્યુઅલ સપાટી ઉપર-નીચે થાય છે તેના ફ્લોટ અનુસરીને નીડલ વાલ્વને ઓપરેટ કરે છે એટલે આ ચેમ્બરમાં જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ ભરાતું રહે છે.

 

સ્લો સ્પીડ સર્કિટ (Slow speed circuit)

જ્યારે એન્જિન ફરવા લાગે છે ત્યારે મેઈન જેટ- 1 દ્વારા ફલોટ ચેમ્બરમાંથી પેટ્રોલ નીકળીને આકૃતિમાં દર્શાવેલા પાયફલોટ (સ્લો) જેટ – 2 માં આવે છે. જયાં જોઈતા માપ પ્રમાણે પેટ્રોલનો જથ્થો અલગ કરી તેનું હવા સાથે મિશ્રણ બને છે. આ હવા અને ફ્યુઅલનું મિશ્રણ બાયપાસ પોર્ટ – 3 માંથી અને આઈડલ પોર્ટ – 4 માંથી એ થાય છે. આઈડલિંગ દરમિયાન મુખ્યત્વે આઈડલ પોસ્ટ – 4 માંથી પેટ્રોલનો એ થઈને મુખ્ય બોરમાંથી પસાર થતી હવા સાથે મિક્સ થાય છે. આથી એક ફ્યુઅલ નું નબળું અથવા રીચ મિશ્રણ તૈયાર કરવા માટેની જરૂરિયાત મિશ્રણ એડજસ્ટિંગ સુને અનુક્રમે ટાઈટ કરી અથવા ઢીલો કરીને સંતોષી શકાય છે.

 

હાઈસ્પીડ સર્કિટ (High speed circuit)

 (i) પ્રાયમરી: જ્યારે આઈડલ સ્પીડ પોઝિશનથી એક્સિલરેટર પડલને દબાવવામાં આવે છે ત્યારે પ્રાયમરી વાલ્વ વધું ખૂલે છે, ફ્લેટ ચેમ્બરમાંથી જોઈતા માપ પ્રમાણે મેઈન જેટમાંથી પેટ્રોલ બહાર નીકળીને પ્રાયમરી બ્લીડ પાઈપમાં જાય છે. અહીં જોઈતા માપની હવા જે પ્રાયમરીનાં છિદ્રો છે અને સાત દ્વારા નક્કી થાય છે તેની સાથે ફ્યુઅલનું. મિશ્રણ બને છે. આ એર-ફ્યુઅલ મિશ્રણને અંદરની વેચુરીમાં પ્રાયમરી નોઝલ વડે કરવામાં આવે છે.

(ii) સેકન્ડરી: જ્યારે પ્રાયમરી થ્રોટલ વાલ્વ પ્રાયમરી સર્કિટ કરતાં વધુ એટલે કે 40º થી વધુ ખૂલે છે, ત્યારે પ્રાયમરી વેચુરી માં પ્રેસર વધીને 7 mm of Hg, જેટલું થાય છે. આ દબાણ વધારો છિદ્રમાંથી ટ્રાન્સફર કરીને પ્રાયમરી વેચુરીને આપવામાં આવે છે ત્યારે સ્પ્રિંગનું દબાણ ડિપ્રેશન ચેમ્બરમાં વધી જાય છે અને ડાયાફ્રામને ઉપર ખેંચે છે, ડાયાફામ આ ગતિ પ્રમાણે સેકન્ડરી થ્રોટલ વાલ્વ ખૂલે છે.

કારણ કે બન્નેને રોડ અને લિવરથી ઇન્ટરલોક કરેલા હોય છે. આ સ્થિતિમાં, મેઈન જેટમાંથી પસાર થયેલું ફયુઅલ સેકન્ડરી પાઈફલોટ જેટમાં પહોંચે છે. જયાં તેનું યોગ્ય માપ પ્રમાણે હવા સાથે મિશ્રણ બને છે. હવાનું માપ મિશ્રણ માટે પાઈફલોટ એર-હોલ આપે છે. બાયપાસ પોર્ટમાંથી આ મિશ્રણનો એ કરવામાં આવે છે, જ્યારે પ્રાઇમરી વેઅરીમાં વધેલું પ્રેસર ઊંચું જાય છે અને સાથોસાથ સેકન્ડરી વેચુરીમાં પ્રેશર વધે છે, ત્યારે સેકન્ડરી થ્રોટલ વાલ્વ વધુ (5º થી વધુ) ખૂલે છે. આ સ્થિતિમાં ફયુઅલનું માપ મેઈન જેટ નક્કી કરી, સેકન્ડરી મેઈન એર હોલ દ્વારા નક્કી થયેલ માપ મુજબની વા સાથે બ્લીડ પાઈપમાં તેનું મિશ્રણ તૈયાર થાય છે. ત્યાર બાદ આ એર-ફયુઅલ મિશ્રણને સેકન્ડરી વેચ્યુંરીમાં સ્પ્રે કરવામાં આવે છે.

 

એક્સિલરેશન પાવર સર્કિટ – Acceleration power circuit

આ સર્કિટ નો મુખ્ય એકમ પ્રવેગી પંપ છે, જે કોઈપણ પ્રકારના વિલંબ વિના કાબ્યુરેટરને એક્સલરેટર પેડલની સાપેક્ષમાં ચલાવે છે. કાર્બ્યુરેટર આ રીતે એક્સિલરેટર ખૂબ જ વધારે દબાવી કે પછી આઈડલ સ્થિતિમાં હોય તેની ક્યુઅલની જરૂરિયાત પૂરી કરે છે. આ પંપ નુ કાર્ય કરતા લીવરને પ્રાથમિક શોટલ વાલ્વ સાથે જોડેલ હોય છે. એટલે જેવો પ્રાયમરી થ્રોટલ વાલ્વ ઝડપથી ખૂલે કે તરત પંપ લીવર ડાયાફ્રામ ઉપર ખેંચે છે, આથી સજ્જન બોલ વાલ્વને બંધ કરી દે છે અને વિચાર્જ બોલ વાલ્વ ને ખોલે છે.

પરિણામે પંપમાંથી ફયુઅલ પંપ નોઝલ માં થઈને પ્રા યમરી વેચુરીમાં ધકેલાય છે. એક્સલરેટર પૈડલને છોડી દેવામાં આવે ત્યારે ડાયાફામ મૂળ સ્થિતિમાં પંપ સ્પ્રિંગ વડે આવે છે. આ સ્થિતિમાં ફલોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ સક્શન બોલ વાલ્વ ખોલે છે અને પંપ ચેમ્બરમાં દાખલ થાય છે.

 

ફયુઅલ રિટર્ન સિસ્ટમ (Fuel return system)

ફયુઅલ નો વેપર લોક નિવારવા માટે આ કાર્બ્યુરેટરમાં ફયુઅલ રિટર્ન સર્કિટ આપેલી છે. જયારે ફલોટ ચેમ્બરમાં ફ્યુઅલ નું લેવલ વધી જાય છે, તેનો ફલોટ વાલ્વ બંધ થાય છે અને જેવું લેવલ ઘટે છે, આ વાલ્વ ખૂલી જાય છે. વાલ્વ બંધ હોય ત્યારે અંદર આવતું ફયુઅલ ફલોટ વાલ્વ ઉપર આવેલા સાઈડ હોલમાંથી નીકળી, ફલોટ ચેમ્બરમાં ડ્રિલ કરેલા પેસેજમાં થઈને ફ્યુલ ટેન્ક ફિલ્ટર માં પાછું આવે છે. આથી ફયુઅલ પંપની ડિલિવરી સતત જળવાય રહે છે. ફલોટ ચેમ્બરમાં આવતું ફયુઅલ ઠંડું હોય છે, જે એક્સિલરેશન પંપ ચેમ્બરને ઠંડી પાડે છે, આથી વેપર લોન્ગિ થવાની સ્થિતિ ઉત્પન્ન થતી અટકાવે છે.

 

Also read:

ફયુઅલ ફીડ સિસ્ટમના યુનિટની રચના અને કાર્ય

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *