ડિઝલ ફિલ્ટર ના પ્રકારો

ક્લોથ ફિલ્ટર (Cloth filter)

ડિઝલ ફિલ્ટરના પ્રકારો (Types of Diesel Filter) :ઓટોમોબાઈલ વાહનોમાં જુદા જુદા પ્રકારનાં ડિઝલ ફિલ્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ફિલ્ટરમાં વપરાતું મટીરિયલ જુદું હોય છે. જેવું મટીરિયલ વાપરીને ડિઝલનું શુદ્ધિકરણ કરવામાં આવે તેવું ફિલ્ટર કહેવાય છે. આ પ્રમાણે ફિલ્ટરના પ્રકારો નીચે મુજબ છે :

  1. ક્લોથ ફિલ્ટર (Cloth filter)
  2. ફેલ્ટ ફિલ્ટર (Felt filter)
  3. ક્લોથ અને ફેલ્ટનું સંયુક્ત ફિલ્ટર (Combination of cloth & felt filter)
  4. પેપર ફિલ્ટર (Paper filter)

 

ક્લોથ ફિલ્ટર (Cloth filter)

આકૃતિમાં ક્લોથ ફિલ્ટરના જુદા જુદા ભાગો દર્શાવેલ. છે. તેના જમણી બાજુના ઉપરના ભાગે ઇનલેટ પેસેજ હોય છે. તે એક બાઉલ કે જેની મધ્યમાં ક્લોથ ફિલ્ટર ફિટ કરીને તૈયાર કરવામાં આવે છે. આ ફિલ્ટરના ડાબી બાજુના ઉપરના ભાગમાં ફ્યુઅલ આઉટલેટ હોય છે. ક્લોથ ફિલ્ટરની અંદરની સ્પ્રિંગ ક્લોથનો ગોળાકાર આકાર જાળવે છે. ડિઝલ ઇનલેટ પેસેજમાં પ્રવેશે છે અને બાઉલમાં નીચે અંદર જાય છે. ત્યાર પછી ડિઝલ ક્લોથ ફિલ્ટરમાંથી પસાર થાય છે.

ડિઝલમાં રહેલી ધૂળ અને રજકણો ક્લોથની બહારના ભાગે રહી જાય છે અને ડિઝલ આઉટલેટ પાઈપમાં ઉપર ચડે છે. આ શુદ્ધ ડિઝલ આઉટલેટ પેસેજમાં થઈને ફિલ્ટરમાંથી બહાર આવી ડિઝલ ઇજેક્શન પંપમાં જાય છે. આ ફિલ્ટરના તળિયે એક ઈન પ્લગ હોય છે. જ્યારે એન્જિન લાંબું અંતર ચાલ્યું હોય, ત્યારે અશુદ્ધ ડિઝલને ડેઈન પ્લગ ખોલીને દૂર કરવામાં આવે છે. આ ફિલ્ટરના ટોપ ઉપર એર રિલીઝ વાલ્વ હોય છે. એર રિલીઝ વાલ્વને ખોલીને ફિલ્ટરમાંથી હવા દૂર કરી શકાય છે. ફિલ્ટરના ઉત્પાદકે જણાવેલ સમયગાળ ફિલ્ટરને સાફ કરવું અને બદલવું જોઈએ.

 

ફેલ્ટ ફિલ્ટર (Felt filter)

ફેલ્ટ ફિલ્ટર

આકૃતિમાં ફેલ્ટ ટાઈપ ડિઝલ ફિલ્ટરના જુદા જુદા ભાગ દર્શાવેલ છે. આ ફેલ્ટની મધ્યમાં એક છિદ્રોવાળી પ્લેટ હોય છે. ડાબી બાજુએ ઉપરના ભાગમાં ફિલ્ટરનો ઇનલેટ પેસેજ હોય છે, આ પેસેજમાંથી પ્રવેશીને ડિઝલ, ફેલ્ટમાંથી પસાર થાય છે. ડિઝલમાં રહેલા ધૂળ, રજકણો અને અન્ય ભારે કણો ફેલ્ટ ફિલ્ટરની બહારના ભાગે રહી જાય છે, જયારે, ચોખું ડિઝલ ટયુબમાં નાના કણોમાં થઈને કેન્દ્રમાં રહેલી ટયુબમાં દાખલ થાય છે.

આ રીતે મધ્યમાં રહેલી ટયુબમાંથી ડિઝલ પસાર થાય છે તે શુદ્ધ હોય છે. આ શુદ્ધ ડિઝલ આઉટલેટમાંથી બહાર નીકળીને યુઅલ ઈન્વેક્શન પંપના ઇનલેટમાં દાખલ થાય છે. આ ફિલ્ટરના ટોપ ઉપર એર-વેન્ટ સ્ક્રુ હોય છે. આ ફેલ્ટને ચોક્કસ સમયગાળે પેટ્રોલ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઈડથી સાફ કરવું જોઈએ. આ રીતે સાફ કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

સાફ કરીને ઉપયોગ કરવાનું પુનરાવર્તન ત્રણથી ચાર વખત સુધી જ કરી શકાય છે. આથી ત્રણ થી ચાર વખત ફેલ્ટને સાફ કરી ઉપયોગમાં લેવામાં આવ્યા પછી તેની જગ્યાએ નવું ફેલ્ટ લગાવવું જોઈએ. ફિલ્ટર સફાઈ અને બદલીકરણ માટે ઉત્પાદકની સલાહ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ.

 

ક્લોથ અને ફેલ્ટનું સંયુક્ત ફિલ્ટર (Combination of cloth & felt filter)

ક્લોથ અને ફેલ્ટનું સંયુક્ત ફિલ્ટર

ક્લોથ અને ફેટનું સંયુક્ત રીતે બનેલું ફિલ્ટર ભારે વાહનો માટે ઉપયોગમાં લેવાય છે, આકૃતિમાં ક્લોથ અને ફેક્ટ સંયુક્ત ફિલ્ટરના પાર્ટસ દર્શાવેલ છે. બાઉલ, ફિલ્ટર ક્લોથ , ફેલ્ટ, ટોપ કવર, એર વેન્ટ સ્ક્રુ અને ઇનલેટ તથા આઉટલેટ આકૃતિમાં દર્શાવેલ છે, ફેલ્ટને બાઉલના સેન્ટરમાં એક સ્પ્રિંગ વડે રાખવામાં આવે છે. આ સ્પ્રિંગની ફરતું ફિલ્ટર ક્લોથ લગાવવામાં આવે છે.

બાઉલના ટોપ ઉપરના ડાબી બાજુના છેડે ઇનલેટ હોય છે અને આઉટલેટ આ ફિલ્ટરના તળિયે હોય છે. બાઉલના ટોપ ઉપરના ઇલેટમાંથી ફયુઅલ પ્રવેશ કરે છે અને પ્રથમ ક્લોથમાંથી પસાર થાય છે. ત્યાર બાદ ડિઝલ ફેસ્ટમાંથી પસાર થાય છે, જયાં ડિઝલમાં રહેલી બારિક અશુદ્ધિઓ દૂર થાય છે. આઉટલેટમાંથી શુદ્ધ ડિઝલ બહાર નીકળીને ડિઝલ ફયુઅલ ઇન્જકશન પંપના ઇનલેટમાં દાખલ થાય છે.

ક્લોથ ઘટકને સમયાંતરે બદલવું જોઈએ અને ફેલ્ટ એલિમેન્ટને સાફ કરીને ત્રણથી ચાર વખત ફરી ઉપયોગમાં લીધા બાદ બંદલવું જોઈએ. ડ્રેઈન પ્લગને ખોલીને તેમાં જમા થયેલો કચરો દૂર કરવો જોઈએ.

 

પેપર ફિલ્ટર (Paper filter)

પેપર ફિલ્ટર

 

ડિઝલમાંથી ધૂળ અને ૨જકણો પેપર ફિલ્ટર દૂર કરે છે. બારિક ધૂળ અને કચરો દૂર કરતાં આ પેપર ફિલ્ટરને ખૂબ જ સારું ફિલ્ટર કહેવામાં આવે છે. આકૃતિમાં પેપર ફિલ્ટર દર્શાવેલ છે. ફિલ્ટરમાં એક બાઉલ હોય છે જેની અંદર પેપર એલિમેન્ટ હોય છે. કવરની જમણી બાજુએ ઇનલેટ અને ડાબી બાજુએ આઉટલેટ હોય છે. કવરના મથાળે એર વેન્ટ સ્ક્રુ આપેલો હોય છે. ડિઝલ ઇનલેટમાંથી પ્રવેશે છે. બાઉલમાં રહે છે અને પેપર એલિમેટમાંથી પસાર થાય છે અને એલિમેન્ટની બહારના ભાગમાં અશુદ્ધિઓ એકત્ર થાય છે.

શુદ્ધ ડિઝલ ઉપર ચડે છે અને આઉટલેટમાંથી બહાર નીકળીને ડિઝલ ફ્યુઅલ ઇજેક્શન પંપના ઇનલેટમાં પ્રવેશે છે, બાઉલની અંદર ભરાયેલી હવાને દૂર કરવા માટે એરવેન્ટ સ્કુનો ઉપયોગ થાય છે, ફિલ્ટર લાંબા સમય સુધી વાપર્યા પછી પેપર એલિમેન્ટ બદલીને નવું ફિટ કરવામાં આવે છે. એન્જિનમાં 38000 કિલોમીટરનો વપરાશ થાય એટલે પેપર ફિલ્ટર બદલી કરવું જોઈએ.

 

ફેલ્ટ અને પેપર એલિમેન્ટોવાળું ફિલ્ટર (A filter with felt & paper elements)

 

ફેલ્ટ અને પેપર એલિમેન્ટોવાળું ફિલ્ટર

હેવી વાહનોનાં એન્જિનો માટે ફેલ્ટ ફિલ્ટર અને પેપર ફિલ્ટરની જોડનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં બન્ને ફિલ્ટરોને એક જ કવરમાં ફિટ કરીને વાપરવામાં આવે છે. તેના જુદા જુદા પાર્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્ટરમાંથી પ્રાયમરી અને સેકન્ડરી એલિમેન્ટ હોય છે. પ્રાયમરી એલિમેન્ટ ફેલ્ટનું હોય છે જયારે સેકન્ડરી એલિમેન્ટ પેપરનું હોય છે.

પ્રથમ ડિઝલ ઇનલેટ પેસેજમાં પ્રવેશે છે અને ફેલ્ટ એલિમેન્ટમાં જાય છે. આ ફેલ્ટ ડિઝલમાંથી ભારે રજકણોને દૂર કરે છે. આ ડિઝલ પ્રાયમરીમાંથી સેકન્ડરી પેપર એલિમેન્ટમાં જાય છે, જયાં તેમાં રહેલા બારિક રજકણો દૂર કરવામાં આવે છે. પેપર એલિમેન્ટમાંથી બહાર નીકળતું ડિઝલ શુદ્ધ હોય છે. આ શુદ્ધ ડિઝલ આઉટલેટમાંથી બહાર નીકળીને ફયુઅલ ઇજેકશન પંપના ઇનલેટમાં જાય છે.

 

ડીઝલ એન્જિનના ફયુઅલ ફીડ પંપનું કાર્ય (Working of Fuel Feed Pump of Diesel Engine)

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફયુઅલ ફીડ પંપના બોડીમાં એક સ્પ્રિંગ લોડેડ પિસ્ટન અને એક સ્પ્રિંગ લોડેડ સ્લેન્જર ફિટ કરેલા હોય છે. તેમાં બે એકદિશ વાલ્વ અને આઉટલેટ પણ હોય છે. સ્પ્રિંગના દબાણ હેઠળ ઈન્જેકશન પંપની કેમના સતત સંપર્કમાં ફીડ પંપનો પ્લન્જર રહે છે. જયારે કેમ વડે પ્લન્જર અંદર અને બહાર ગતિ કરે છે, ત્યારે પિસ્ટન પણ ઠેલાવા છે. જયારે પ્લન્જર વડે પિસ્ટન ધકેલાય છે ત્યારે પિરટનમાં રહેલી સ્પ્રિંગનું કોગ્નેશને થાય છે જે શુન્યાવકાશ સર્જે છે.

 

ડીઝલ એન્જિનના ફયુઅલ ફીડ પંપનું કાર્ય

 

આ શૂન્યાવકારા ફયુઅલ ટેન્કમાંથી ડિઝલ ખેચે છે, જે ઇનલેટ વાલ્વમાં થઈને ફીડ પંપમાં પિસ્ટનની નીચેની સ્લીવમાં ભરાય જાય છે. જયાં સુધી કેમની નોક વડે પ્લરને ધક્કો લાગતો રહે છે, પિસ્ટન પણ નીચે ખસે છે અને સ્લીવમાં રહેલા ડીઝલ ઉપર દબાણ કરે છે. ડિઝલના દબાણ હેઠળ ઇનલેટ વાલ્વ બંધ થાય છે અને આઉટલેટ વાલ્વ ખૂલી જાય છે. આથી ફીડ પંપમાંથી આઉટલેટ વાલ્વમાં થઈને ડિઝલ ફયુઅલ ઇન્વેશનું પંપની ગેલેરીમાં જાય છે.

ડિઝલ એન્જિનમાં ડિઝલ ફયુઅલનો વપરાશ એન્જિન ઉપરના લોડ પ્રમાણે થાય છે, તેમજ ફ્યુઅલ વપરાશનો આધાર રોડની અને સ્પીડની કન્ડિશનો પર પણ રહે છે, આથી એક સમયે વધુ ફયુઅલનો વપરાશ કરતું એન્જિન કેટલાક સમયે ફ્યુઅલનો ઓછો વપરાશ કરે છે. આમ એન્જિનની વધઘટ ફયુઅલની જરૂરિયાત પ્રમાણે જે તે સમયે એન્જિનને જોઈએ તેટલું ડિઝલ પૂરું પાડવા માટે આ પંપમાં ડાયાફ્રામ પંપમાં કરવામાં આવતી જોગવાઈની જેમ વ્યવસ્થા કરેલી હોય છે.

પ્લન્જર ટાઈપના પંપમાં પિસ્ટન અને પ્લન્જર એકબીજા સાથે જોડેલા હોતા નથી. પિસ્ટન હેઠળની સ્પ્રિંગના દબાણ હેઠળ બન્ને વચ્ચે સતત સંપર્ક જળવાય છે. વળી આઉટલેટ વાલ્વને આઉટલેટ પાઈપ સાથે જોડવાને બદલે તેને પિસ્ટન ઉપરની ચેમ્બર સાથે ઇન્ટરલિંક કરવામાં આવેલ છે. પંપની આ રચનાની જાણકારી મેળવ્યા પછી જોઈએ કે ડિઝલની જયારે એન્જિનનું જરૂર ન હોય ત્યારે પંપિગ કેવી રીતે બંધ થાય છે.

જયારે પ્લેન્જર નીચે ખસે છે ત્યારે કેમનાં દબાણથી ખસતા આ પ્લેન્જર વડે પિસ્ટનું નીચે ધકેલાય છે અને તેની નીચે રહેલા ફયુઅલનું કોગ્રેશન થાય છે. કોગ્રેસ થયેલા આ ફયુઅલની દબાણથી આઉટલેટ વાલ્વ ખૂલે છે અને તેના વાટે કોએન્ડ ફયુઅલ પિસ્ટનની ઉપરની ચેમ્બરમાં દાખલ થાય છે. જયારે આઉટલેટ પાઈપ માંથી ફયુઅલનો આઉટલેટ થતો નથી. ફયુઅલ આ જગ્યામાં ભરાયેલું રહીને પિસ્ટનને દબાવી રાખે છે.

આ સમય દરમ્યાન પ્લન્જર ઉપર-નીચે થયા કરે છે, પણ પિસ્ટન દબાયેલા જ રહે છે. આમ જયારે પિસ્ટન ખસતો જ નથી ત્યારે ડિઝલનું પંપિગ થતું નથી. જેવું પિસ્ટન ઉપર લાગતું ડિઝલનું દબાણ ઘટી જાય છે. સ્પિગ દબાણને ઓવરકમ કરીને પિસ્ટનને પાછો ધકેલે છે અને પ્લેન્જરના સંપર્કમાં લાવે છે. આથી પિસ્ટનું પાછો પ્લન્જર વડે ધકેલાવાની સ્થિતિને પ્રાપ્ત કરે છે.

 

Also Read : એન્જિનની ઝડપ નિયંત્રિત કરતા ગવર્નર ના પ્રકારો

Please follow and like us:

Comments

  1. Pingback: એન્જિનની કૂલિંગ સિસ્ટમ | LEARNERS HOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *