એન્જિનની ઝડપ નિયંત્રિત કરતા ગવર્નર ના પ્રકારો

એન્જિનની ઝડપ નિયંત્રિત કરતા ગવર્નરોના પ્રકારો (Types of Governers for Controlling the Engine Speeds):વાહનમાં ફિટ કરવામાં આવતા ગવર્નરનું કાર્ય એન્જિનની આઈડલિંગ અને મહત્તમ ઝડપનું ઓટોમેટિક નિયંત્રણ કરવાનું છે. ડિઝલ ફ્યુઅલ પંપમાં આ ગવર્નર ફિટ કરેલો હોય છે. એન્જિનની ઝડપને ત્વરિત નિયંત્રણ કરવા માટે ડ્રાઈવર એક્સીલેટર કન્ટ્રોલનો ઉપયોગ કરે છે. ગવર્નરના પ્રકારો નીચે મુજબ છે :

 

(1) યાંત્રિક ગવર્નર – Mechanical Governer

(2) ન્યૂમેટિક ગવર્નર – Pneumatic Governer

(3) યાંત્રિક અને ન્યૂમેટિક ગવર્નર – Mechanical and Pneumatic Governer.

(4) હાઈડ્રોલિક ગવર્નર Hydraulic Governer.

ઉપર જણાવેલા ચાર પ્રકારનાં ગવર્નરોની રચના અને તેનું કાર્ય નીચે મુજબ છે :

 

યાંત્રિક ગવર્નર (Mechanical Governer)

યાંત્રિક ગવર્નર

યાંત્રિક ગવર્નર કેન્દ્રત્યાગી બળના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે. આ ગવર્નરમાં પંપની કેમ શાફટ સાથે બે વજનોને હિન્જ કરી જોડેલા હોય છે. વજનો જે લિવર સાથે જોડેલા હોય છે, તે લીવરવાળી કપલિંગ પિન વડે લીવર સાથે જોડેલ હોય છે. એક્સીલેટર પેડલ દબાવી આપણે એન્જિનની ઝડપ વધારીએ ત્યારે કેમશાફ્ટ ઉચ્ચ ઝડપે ફરે છે.

વજનો કેન્દ્રત્યાગી બળ લાગતા બહારની તરફ જાય છે. સાથોસાથ પોતાની સાથે કન્ટ્રોલ રોડને સ્ટોપ પોઝિશને લીકેજ વડે લાવે છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ વજનો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગની મદદથી કેમ શાફટ સાથે ફિકસ કરેલા હોય છે. નિયંત્રણ બહાર વજનોને સ્પ્રિંગ જવા દેતી નથી. આથી કન્ટ્રોલ રોડ બંધ સ્થિતિએ આવતો નથી પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેલેન્સ સ્થિતિએથી વચગાળે રહે છે.

ઝડપથી ફરતા કેમશાફ્ટને લીધે ઉત્પન્ન થતા કેન્દ્ર ત્યાગી બળને આ સ્પ્રિંગ કાઉન્ટરબેલેન્સ કરે છે. ડિઝલ વાહનોમાં એક્સીલેટર પેડલ લીન્કેજને એવી રીતે ગવર્નર શાફ્ટ સાથે જોડવામાં આવે છે કે જેથી પેડલ દબાવતા તે એકસેન્ટ્રીકને લિવર સાથે ડાબી તરફ ખેંચે છે. એટલે લીવર જમણી બાજુ શિફ્ટ થાય છે, જે આકૃતિના નીચેના ભાગમાં દર્શાવેલ છે.

કન્ટ્રોલ રોડ પણ સ્ટોપ પોઝિશનેથી ખેંચાય છે, પરિણામે એન્જિન ગતિ પકડે છે. એન્જિનની આ ગતિ ગવર્નરની પોઝિશન પર આધાર રાખતી નથી. આથી રોડ અને લોડ કન્ડિશનો પ્રમાણે એક્સીલેટર અને ગવર્નરની મદદથી ઝડપનું સંપૂર્ણ નિયંત્રણ થાય છે,

ન્યૂમેટિક ગવર્નર (Pneumatic Governer) :

ન્યૂમેટિક ગવર્નર એન્જિન ઝડપની સંપૂર્ણ રેન્જને આવરી લે છે. એટલે કે આઈડલીંગથી મહત્તમ ઝડપને ન્યૂમેટિક ગવર્નર નિયંત્રિત કરે છે. કાર્બ્યુરેટરની વેરીમાંથી હવા અવરોધવાળા પેસેજમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ વધે છે અને વેન્ચુરીમાં આંશિક શૂન્યવકાશ સર્જાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ન્યૂમેટિક ગવર્નરની ડિઝાઈન કરવામાં આવેલા છે. આ ગવર્નરમાં નીચેનાં યુનિટો લાગેલાં હોય છે :

 

(1) વેન્ચુરી એર ફ્લો કન્ટ્રોલ યુનિટ (Venturi airflow control unit)

(2) ડાયાફ્રામ યુનિટ (Diaphragm unit)

 

(1) વેન્ચુરી એર ફ્લો કન્ટ્રોલ યુનિટ

વેન્ચુરી એર ફ્લો કન્ટ્રોલ યુનિટને એર ક્લીનરની નીચે ઇનલેટ મેનિફોલ્ડમાં ફિટ કરેલું હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ યુનિટમાં એક નાની વેન્ચુરી ફિટ કરી છે, તેનું ફિટિંગ બટરફ્લાય વાલ્વની સાઈડથી કર્યું છે કે જેથી હવાનો જથ્થો ઇચ્છા પ્રમાણે વધ-ઘટ કરી શકાય. બટરફલાય વાલ્વને એકસીલેટર પેડલ સાથે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વેન્ચુરી ઉપર મહત્તમ અને આઈડલ સ્ટોપ એડજસ્ટમેન્ટ આપવામાં આવેલ છે. આ વેયુરી યુનિટથી યોગ્ય પાઈપ કનેકશનો વડે પાઈપને ડાયાફ્રામ યુનિટ સાથે જોડવામાં આવે છે.

 

ન્યૂમેટિક ગવર્નર

 

(2) ડાયાફ્રામ યુનિટ (Diaphragm unit)

ઇજેક્શન પંપના છેડે કન્ટ્રોલ રોડ ઓપનિંગની ઉપર ડાયાફ્રામ યુનિટ ફિટ કરવામાં આવે છે. આ યુનિટ બે ચેમ્બરોનું બનેલું છે. આ ચેમ્બરોની વચ્ચે રબર કે લેધર ડાયાફ્રામ મૂકીને બન્ને ચેમ્બરોને અલગ પાડવામાં આવે છે. ડાયાફ્રામ યુનિટ આકૃતિમાં દર્શાવેલ છે. બહારની ચેમ્બરને વેક્યુમ ચેમ્બર કહેવામાં આવે છે અને તેને વેન્ચુરી  યુનિટ સાથે જોડવામાં આવે છે જ્યારે બીજી ચેમ્બર વાતાવરણના દબાણના સંપર્કમાં ખૂલે છે, જેને એટમોસફેરિક ચેમ્બર કહે છે.

 

ડાયાફ્રામ યુનિટ

 

આ ચેમ્બરમાં ફક્ત શુદ્ધ હવાનો જ પ્રવેશ થાય તે માટે તેમાં એર-બ્રીધરનો ઉપયોગ કરવામાં આવે છે. વેન્ચુરી ચેમ્બરના છેડાના કવરમાં એક સ્પ્રિંગ ફિટ કરેલી હોય છે, જે ડાયાફ્રામ કન્ટ્રોલ રોડને ફુલ લોડ પોઝિશન તરફ રાખે છે. ડાયાફ્રામને એક પિન વડે કન્ટ્રોલ રોડ સાથે જોડવામાં આવે છે અને ડાયાફામ સ્પ્રિંગની મદદથી તેને ફૂલ લોડ પોઝિશને રાખવામાં આવે છે.

પરંતુ જેવું એન્જિન શરૂ થાય છે, વેન્ચુરીમાં ઉત્પન્ન થતું શુન્યાવકાશ ડાયાફ્રામ ૫૨ લાગે છે, ત્યારે ડાયાફ્રામ કન્ટ્રોલ રોડ સહિત બહારની તરફ ધકેલાય છે. જેવી એન્જિનની ઝડપ વધે કે ઘટે, વેન્ચુરી ચેમ્બરમાં શૂન્યાવકાશ પણ વધે છે અને ઘટે છે. આથી ડાયાફામ બહાર ધકેલાય છે અને ઝડપનું નિયંત્રણ થાય છે. વાતાવરણ ચેમ્બરમાં એન્જિનને બંધ કરવા માટે એક સ્ટોપ લીવર હોય છે, જ્યારે તેને ખેંચવામાં આવે છે ત્યારે તે ડાયાફ્રામને ધકેલે છે.

આથી કન્ટ્રોલ રોડ સાથે ડાયાફામ સ્ટોપ પૉઝિશને ભાવે છે , શૂન્યાવકાશ ચેમ્બરના છેડાના કવરમાં એક એડજરટેબલ ડેમ્પર સિમગ મૂકવામાં આવે છે. અને એન્જિન ઇન્ટિગ થયા વિના ફરતું રહે તે માટે તેનું એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. જો ડાયાફ્રામમાં કાણું પડી ગયું હોય તો એન્જિન વધુ ઝડપે ચાલે છે અને કાળો ધુમાડો આપે છે. આવા સંજોગોમાં ડાયાફ્રામને તાત્કાલિક બદલી કરવું જોઈએ, એન્જિન જયારે ફરતું હોય ત્યારે ડાયાફ્રામ યુનિટને જોડતી વેક્યુમ પાઈપ ખોલવી નહિ, કારણ કે તેનાથી એન્જિન ઓવર-૨ન થઈ જાય છે.

 

યાંત્રિક અને ન્યૂમેટિક ગવર્નર (Mechanical & Pneumatic Governer)

આપણે જોયું તે પ્રમાણે વેક્યુમ અને યાંત્રિક ગવર્નરમાં કેટલાક સારા ગુણધર્મો છે અને કેટલાક નબળા પોઈન્ટો પણ છે. આથી આ યુનિટમાં આ બન્ને ગવર્નરોને એકસાથે જોડીને ઉપયોગમાં લઈ બન્ને લાભ લેવાની ગોઠવણ કરી છે. એટલે કે આ કમ્બાઈન ગવર્નર સંયુક્ત રીતે દરેક ઝડપ ગવર્નર (All speed Govermer) બની જાય છે.

 

હાઈડ્રોલિક ગવર્નર (Hydraulic Governer)

હાઈડ્રોલિક ગવર્નર

હાઈડ્રોલિક ગવર્નર વિદેશોમાં ખૂબ જ પ્રચલિત થયા છે પરંતુ ભારતમાં ઉત્પાદન કરાતાં વાહનોમાં હજુ સુધી તેનો ઉપયોગ થતો નથી. આ ઓલ સ્પીડ ગવર્નર છે. અને દરેક જડપનું રોડ અને લોડને  અનુરૂપ રહે તેમ નિયંત્રિત કરે છે. આ ગવર્નરમાં ખૂબ જ ઓછા મુવિંગ પાર્ટ્સ છે. વળી તે વજનમાં હળવો છે અને વાયબ્રેશન થયા વિના કાર્ય કરે છે , આ ગવર્નર કેમશાફટ બેરિંગ ઉપર વધારાનું દબાણ કરતો નથી. આ પ્રકારના ગવર્નરનો કન્ટ્રોલ વાલ્વે એક્સીલેટરને બદલે ગવર્નર સાથે જોડવામાં આવે છે.

આકૃતિમાં હાઈડ્રોલિક ગવર્નરનું સાદું રેખાચિત્ર દર્શાવેલ છે. તેમાં એક ઓઈલ પંપ G છે, જે ઓઈલ રિઝર્વિયર A માંથી ઓઈલ લે છે અને વાલ્વ R ને રિલીઝ કરવા ઓઈલને પસાર કરે છે, જયાં તેનું દબાણ જાળવવામાં આવે છે, રિલીઝ વાલ્વથી દબાણ હેઠળ હાઈડ્રોલિક ઓઈલને સિલિન્ડર C માં મોકલવામાં આવે છે, જે તેના પ્લ્ન્જર B ઉપર કાર્ય આઉટલેટ પેસેજમાં જયારે એ કરે છે અને તેને બહાર ધકેલે છે.

પ્લ્ન્જર B ઉપર સ્પીડ કન્ટ્રોલ લીવર F ફિટ કરેલું છે, જેને કન્ટ્રોલ રેક જોડાયેલી છે, જ્યારે આ પ્લેન્જર B બહાર આવે છે ત્યારે તે તેની સાથે કન્ટ્રોલ રોડને ફુલ ફ્યુઅલ પોઝિશને સ્પ્રિંગ E ના ટેન્શન સામે ફિલ્ટરમાંથી લાવે છે. સ્પીડ કન્ટ્રોલ પ્લ્ન્જર B ના બીજા છેડે એક હેલિક્સ કટ કરેલ છે. કન્ટ્રોલ રોડનો આ છેડો સિલિન્ડરે G માં ગતિ સમયગાળે કરે છે.

આથી આખો કન્ટ્રોલ રોડ સાઈડમાં ગતિ કરે છે અને સાંકડા ખૂણે ફરે છે. સિલિન્ડર G ને રિલીઝ વાલ્વ મારફત હાઈડ્રોલિક ઓઈલ સપ્લાય સાથે જોડવામાં આવે છે. પ્લેન્જર ઉપર કાપેલ હેલિક્સ કટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી કોઈ એક પોઝિશને તે હાઈડ્રોલિક ઓઈલનું જોડાણ પોર્ટ D સાથે કરે છે. પ્લેન્જર C અને G ઉપર લાગતું દબાણ સરખું હોતું નથી પણ કેમ F ના હિલેક્સની પોઝિશન પ્રમાણે બદલાયા કરે છે. ફલેકસીબલ કેબલ વડે કેમ F નું જોડાણ એક્સીલેટર પેડલ સાથે કરવામાં આવે છે.

આ રીતે કોઈપણ થ્રોટલ ઓપનિંગને અનુરૂપ વર્કિંગ પ્લેન્જ૨ B ને યોગ્ય જગ્યાએ ગોઠવી શકાય છે. સંજોગોવશાત એન્જિનની ઝડપ ખૂબ જ વધી જાય, સિલિન્ડર B માં દબાણ વધે છે, જે પ્લેન્જર B ને C તરફ ધકેલે છે અને એન્જિનની ઝડપમાં ઘટાડો કરે છે. હવે જે એન્જિનની ઝડપ ઘટી જાય તો સિલિન્ડર C નું હાઈડ્રોલિક દબાણ પ્લેન્જર B ને એવી પોઝિશનમાં ધકેલે છે, જયાંથી એન્જિનની ઝડપ વધે છે. આ રીતે ગવર્નર પૂરેપૂરી સ્પીડ રેન્જમાં એન્જિનની ઝડપને જાળવી રાખે છે.

Also read: પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમનું કાર્ય

Please follow and like us:

Comments

  1. Pingback: ડિઝલ ફિલ્ટર ના પ્રકારો | LEARNERS HOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *